નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલા પર રાજ્યોના સતત સંપર્કમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને કોરોનાના મામલામાં પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે પત્ર લખીને રાજ્યોમાં વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબૂમાં લેવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુમાં વધુ રસીકરણ કરવાના નિર્દેશ આપ્યા છે.
એટલું જ નહી રાજ્યોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. સ્વાસ્થ્ય સચિવે ઓમિક્રોનને રોકવા પગલા ભરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 27 નવેમ્બરના રોજ લખેલા પત્રને ટાંકીને કહ્યું કે અગાઉ જ સલાહ આપવામાં આવી છે કે તમામ રાજ્ય ઇન્ટરનેશનલ પેસેન્જર્સ પર નજર રાખે અને કોરોનાના હોટસ્પોટ ક્ષેત્રો પર ધ્યાન રાખે. સાથે કોરોના સંક્રમિત મુસાફરોની ઓળખ કરે.
રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી બાળકોને ચેપથી કેવી રીતે સુરક્ષિત રાખવા?
WHO મુજબ, જાહેર સ્થળોએ તમારું વર્તન નક્કી કરે છે કે, તમે તમારા બાળકોને ચેપનું કેટલું જોખમ લઈ રહ્યા છો. માસ્ક, અંતર અને હાથની સ્વચ્છતાના નિયમો યાદ રાખો. ઘરે પાછા ફર્યા પછી ગંદા હાથ સાથે બાળકો પાસે ન જાવ. જો તમારી તબિયત સારી ન હોય તો બાળકોથી અંતર રાખો અને ઘરમાં માસ્ક પહેરો. બાળકો કોના સંપર્કમાં આવી રહ્યા છે, તેનું પણ ખાસ ધ્યાન રાખો.
ABP C-Voter Survey: કઈ પાર્ટીના હિસ્સામાં UP મા આવશે સૌથી વધુ મત, આજના સર્વેમાં ખુલાસો
India Corona Cases: ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 2796 લોકોના મોતથી હડકંપ, જાણો કેટલા નોંધાયા કેસ