વારાણસીઃ વારાણસીમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સરદાર પટેલની મૂર્તિની સાફ સફાઇ કરી હતી અને તેમણે માલ્યાર્પણ કરી વારાણસીમાં સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે વારાણસીમાં 13 ડિસેમ્બરના રોજ બે દિવસની યાત્રા પર વડાપ્રધાન મોદી આવશે. આ દરમિયાન વડાપ્રધાન વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. આ ઉત્સાહમાં વારાણસીમાં સ્વચ્છતા સપ્તાહ ચલાવવામાં આવી રહ્યું છે જેનું ઉદ્ધાટન કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું હતું.
શ્રી કાશી વિશ્વનાથ ધામને લઇને એક સપ્તાહ માટે સ્વચ્છતા અભિયાન કેન્દ્રિયમંત્રીએ શરૂ કર્યું હતું. કોરોનાના નવા વેરિઅન્ટ છતા માસ્ક વિના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. વારાણસીમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કાશીની સ્વચ્છતાને જન આંદોલનમાં ફેરવવા માટે આપણે અહી આજે એકઠા થયા છીએ. તેમણે શ્રી વિશ્વનાથ ધામ કાર્યક્રમને લઇને ભાજપ તરફથી એક સપ્તાહ માટે શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઇ હતી. કોરોનાના નવા વેરિઅન્ટ અંગે સવાલ પૂછાતા તેઓએ જવાબ આપ્યો નહોતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ માસ્ક વિના પહોંચ્યા હતા.
ABP C-Voter Survey: કઈ પાર્ટીના હિસ્સામાં UP મા આવશે સૌથી વધુ મત, આજના સર્વેમાં ખુલાસો
India Corona Cases: ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 2796 લોકોના મોતથી હડકંપ, જાણો કેટલા નોંધાયા કેસ