Chanda Devi In Varanasi: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ દરેક પક્ષે શરૂ કરી છે, બીજેપી અને કોંગ્રેસની સાથે સાથે અન્ય દળો પણ પોતાનું કેમ્પેઇન શરૂ કરી દીધુ છે. ત્યારે એક મહિલા અત્યારે ખુબ જ ચર્ચામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણો માટે આખા દેશમાં જાણીતા છે, પરંતુ તેમને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક મહિલાનું ભાષણ પણ એટલું ગમી ગયું કે તેમણે તેમને ચૂંટણી લડવાની ઓફર કરી. તે મહિલાનું નામ ચંદા દેવી છે.


જો કે વારાણસીના રામપુર ગામની રહેવાસી ચંદા દેવીએ પીએમ મોદીના ચૂંટણી લડવાના પ્રસ્તાવને તરત જ નકારી દીધો હતો, પરંતુ હવે તેમની પણ આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. આખરે કોણ છે આ ચંદા દેવી જેને પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવાની ઓફર કરી છે? ચાલો તમને જણાવીએ.


પીએમ મોદીએ પુછ્યું- શું તમે ચૂંટણી લડશો ?
પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદાદેવીને ચૂંટણી લડવાની ઓફર કરી હતી. ખરેખર ચંદાદેવી સેવાપુરી ગામમાં ભાષણ આપી રહી હતી. પીએમ મોદી તેમના ભાષણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે કહ્યું, 'તમે ખૂબ સારા ભાષણ આપો છો, શું તમે ક્યારેય ચૂંટણી લડી છે?' ચંદાદેવીએ આનો ઇનકાર કર્યો હતો.


પીએમ મોદીએ આગળ પૂછ્યું, 'શું તમે ચૂંટણી લડશો?' તેના જવાબમાં ચંદાદેવીએ કહ્યું, 'મેં ક્યારેય ચૂંટણી લડવાનું વિચાર્યું નથી. અમે ફક્ત તમારા દ્વારા જ પ્રેરિત છીએ. તમારી સામે ઉભા રહીને સ્ટેજ પર બે શબ્દો બોલ્યા, આ મારા માટે ગર્વની વાત છે.


પીએમ મોદી અને ચંદાદેવી વચ્ચેની વાતચીતનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચંદા દેવીની ઉંમર માત્ર 35 વર્ષની છે. તે ચંદાદેવી 'લખપતિ દીદી' છે. લખપતિ દીદી કેન્દ્ર સરકારની એક યોજના છે, જે અંતર્ગત સરકારનું લક્ષ્ય બે કરોડ મહિલાઓને તાલીમ આપવાનું છે.



લગ્ન બાદ છુટી ગયો અભ્યાસ 
ચંદાદેવીએ જણાવ્યું કે તેણે વર્ષ 2004માં ઈન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી હતી. આ પછી તરત જ, તેણીએ આગામી વર્ષ 2005માં લોકપતિ પટેલ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેણે અભ્યાસ છોડી દીધો હતો.


અત્યારે તેને બે બાળકો છે. મોટી દીકરી પ્રિયા 14 વર્ષની છે અને હિન્દી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. નાનો દીકરો 8 વર્ષનો અંશ છે જે હાલમાં સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ચંદાદેવીએ કહ્યું કે તે વધારે ભણી શકતી નથી, પરંતુ તે ઈચ્છે છે કે તેના બાળકો સારી કોલેજમાં સારી રીતે અભ્યાસ કરે.


બેન્ક સખી છે ચંદા દેવી 
તેમણે જણાવ્યું કે જ્યારથી 'નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન' શરૂ થયું છે ત્યારથી તેમણે તેમના ગામમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા મહિનાથી તે 19 મહિનાથી બરકી ગામની યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની 'બેન્ક સખી' છે. ચંદા દેવી જણાવે છે કે તે જરૂરિયાતમંદોને લૉન આપવા ઉપરાંત ગામના સ્વ-સહાય જૂથોની મહિલાઓના લગભગ 80-90 બેંક ખાતાઓનું ધ્યાન રાખે છે.


કેમ ચૂંટણી લડવાની ના પાડી દીધી ?
તેમણે પીએમ મોદીની ચૂંટણી લડવાની ઓફર કેમ નકારી કાઢી? આ અંગે તેણે કહ્યું કે તેના પર એટલી બધી પારિવારિક જવાબદારીઓ છે કે તે ચૂંટણી લડવાનું વિચારી પણ શકતી નથી. તેણે કહ્યું કે તેની સાસુ 70 વર્ષની છે, જે ઘણીવાર બીમાર રહે છે. બે બાળકો છે. ખેતીમાં પણ મદદ કરવી પડશે. જેના કારણે તે ચૂંટણી લડી શકે નહીં. તેણે કહ્યું કે પરિવારથી દૂર કોઈ કામ કરવું શક્ય નથી.