Supreme Court: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર દ્વારા બેલેટ પેપરમાં છેડછાડના આરોપો સામે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.  આ મામલે સોમવારે (5 ફેબ્રુઆરી) સુનાવણી થઈ હતી. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં  ગોટાળાના આરોપો પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. 


મેયર ચૂંટણીનો વીડિયો જોયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે અધિકારી બેલેટ પેપર કેવી રીતે બગાડી શકે ? આ પ્રકારની કામગીરી માટે  તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ મામલે આગામી સપ્તાહે ફરી સુનાવણી થશે.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂર પડશે તો નવેસરથી ચૂંટણી કરાવવામાં આવશે. આ સાથે સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર અને વોટિંગનો વીડિયો હાઈકોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે આગામી સપ્તાહે ફરી સુનાવણી થશે.


ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર રહેલા કુલદીપ કુમારે અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસરે દુર્ભાવનાપૂર્ણ રીતે કામ કર્યું હતું. આ કારણે તે હારી ગયા. અરજીમાં કુલદીપ કુમારે એમ પણ કહ્યું છે કે તેમણે નવી ચૂંટણી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે, પરંતુ હાઈકોર્ટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે,  3 અઠવાડિયા પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.    






ચંદીગઢ મેયરની ચૂંટણીના મામલામાં સુપ્રીમ કોર્ટે પ્રિસાઇડિંગ ઓફિસરને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે રિટર્નિંગ ઓફિસરે બેલેટ પેપરમાં છેડછાડ કરી છે.  કોર્ટે સવાલ પૂછ્યો કે શું ચૂંટણી આ જ રીતે યોજવામાં આવે છે.  આ લોકશાહીની મજાક છે. આ લોકશાહીની હત્યા છે.  આ સમગ્ર મામલાથી અમે ચોંકી ગયા છીએ. આ અધિકારી સામે કડક  કાર્યવાહી થવી જોઈએ.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial