ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરીમાં અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીએ 9, ભાજપે 6, કોંગ્રેસને 5 અને શિરોમણી અકાલી દળને 1 સીટ જીતી છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. આમ આદમી પાર્ટી શરૂઆતથી જ આગળ રહી છે. AAP પહેલીવાર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી રહી છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 20 બેઠકો, કોંગ્રેસને 5 અને શિરોમણી અકાલી દળે 1 બેઠક જીતી હતી. આ વખતે કુલ 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
લેટેસ્ટ અપડેટ
હાલમાં જીત સાથે કુલ 17 સીટ પર આમ આદમી પાર્ટી, 10 સીટ પર ભાજપ, 5 સીટ પર કોંગ્રેસ અને 1 સીટ પર અન્ય ઉમેદવાર આગળ છે.
આ ચૂંટણીમાં હાલના ભાજપના મેયર રવીકાંત શર્માની હાર થઈ છે.
AAP નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે AAP ત્યાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે. વલણો મુજબ, ચંદીગઢના લોકોએ અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. આ માટે હું ત્યાંના દરેક મતદાતા અને પાર્ટી કાર્યકર્તાનો આભાર માનું છું.
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલા વોર્ડ છે?
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 વોર્ડ છે. મત ગણતરી માટે 9 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. આ વખતે મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી પણ વલણ જોતા આપનો ડંકો વાગી ગયો છે.
આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં 60 ટકા મતદાન થયું હતું. આ વખતે કુલ 6 લાખ 33 હજાર 475 મતદારોએ મતદાન કર્યું હતું. આ છેલ્લી ચૂંટણી કરતાં થોડી વધુ છે. 2016ની ચૂંટણીમાં 59.5 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. વર્ષ 2016માં ચંદીગઢમાં કુલ 26 વોર્ડ હતા. હવે આ સંખ્યા વધારીને 35 કરવામાં આવી છે.