Chandipura virus Gujarat update: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં આ વાયરસના કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે.



  • પોઝિટિવ કેસ: 37 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે.

  • મૃત્યુ: કુલ 124 શંકાસ્પદ કેસમાંથી 44 દર્દીઓનું મૃત્યુ થયું છે. આ આંકડો ચિંતાજનક રીતે ઊંચો છે.

  • હાલની સ્થિતિ:



  • 54 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.

  • 26 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.


મુખ્યમંત્રી દ્વારા તા.૧૮/૦૭/૨૪ ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.


તા. ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા અગ્રણી,  કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ  ૧૨૪ કેસો છે. જે પૈકી સાબરકાંઠા ૧૨, અરવલ્લી  ૦૬, મહીસાગર ૦૨, ખેડા ૦૬, મહેસાણા ૦૭, રાજકોટ ૦૫, સુરેન્દ્રનગર ૦૪, અમદાવાદ કોર્પેરેશન ૧૨, ગાંધીનગર ૦૬, પંચમહાલ ૧૫, જામનગર ૦૬, મોરબી ૦૫, ગાંધીનગર કોપેરેશન ૦૩, છોટાઉદેપુર  ૦૨, દાહોદ ૦૨, વડોદરા ૦૬, નર્મદા ૦૨, બનાસકાંઠા ૦૫, વડોદરા કોર્પેરેશન ૦૨, ભાવનગર ૦૧ દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૪, કચ્છ ૦૩, સુરત કોર્પોરેશન ૦૨, ભરૂચ ૦૩, અમદાવાદ  ૦૧ તેમજ જામનગર કોર્પોરેશન ૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.


આ તમામ પૈકી સાબરકાંઠા ૦૬, અરવલ્લી ૦૩, મહીસાગર ૦૧, ખેડા ૦૩, મહેસાણા ૦૪, રાજકોટ ૦૧, સુરેન્દ્રનગર ૦૧, અમદાવાદ કોર્પેરેશન ૦૩, ગાંધીનગર ૦૧, પંચમહાલ ૦૬, જામનગર ૦૧, મોરબી ૦૧, દાહોદ ૦૧, વડોદરા ૦૧, બનાસકાંઠા ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૧ તેમજ કચ્છ ૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ ૩૭ કેસ પોઝીટીવ મળેલ છે.


ગુજરાત રાજ્યના ઉપરોક્ત ૧૨૪ કેસો પૈકી સાબરકાંઠા ૦૨, અરવલ્લી ૦૩, મહીસાગર ૦૨, ખેડા ૦૨, મહેસાણા ૦૨, રાજકોટ ૦૩, સુરેન્દ્રનગર ૦૧, અમદાવાદ કોર્પેરેશન ૦૪, ગાંધીનગર ૦૨, પંચમહાલ ૦૫, જામનગર ૦૨, મોરબી ૦૩, ગાંધીનગર કોર્પેરેશન ૦૨, દાહોદ ૦૨, વડોદરા ૦૧, નર્મદા ૦૧, બનાસકાંઠા ૦૩, વડોદરા કોર્પેરેશન ૦૧, દેવભૂમિ દ્વારકા ૦૧, સુરત કોર્પોરેશન ૦૧ તેમજ જામનગર કોર્પોરેશન ૦૧ એમ કુલ ૪૪ દર્દીઓ મૃત્યુ પામેલ છે.


ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૫૪ દર્દી દાખલ છે તથા ૨૬ દર્દીઓને રજા આપેલ છે.


રાજસ્થાનના કુલ ૦૬ કેસો જેમાં ૦૫ દર્દી દાખલ છે તેમજ ૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં  ૦૨ કેસો જેમાં  ૦૨ દર્દી દાખલ છે.તેમજ મહારાષ્ટ્રનો  ૦૧ કેસ જેમાં  ૦૧ દર્દી દાખલ છે.


આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૧,૨૧૧ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.


વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું.


કુલ ૪,૯૬,૬૭૬ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે કુલ ૧,૦૫,૭૭૫ કાચા ધરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૧૯,૮૬૨ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૧૬૨૪ શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.


કુલ ૨૧,૬૦૮ આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૧,૫૬૯ આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.


આરોગ્ય મંત્રી દ્રારા આ બાબતે દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે તેમજ જાહેર જનતામાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મિડિયાના માધ્યમથી અને 186 ન્યુઝ પેપરના માદયમથી જાહેર જનતાને માહિતગાર કરેલ છે.