નવી દિલ્હી: ચંદ્રયાન-2 ના આઈઆઈઆરએસ પેલોડ (ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર) દ્વારા ચંદ્રની સપાટીની પ્રથમ તસવીર ભારતીય અવકાશ સંશોધન (ISRO)ને મળી છે. ઇસરોએ આ તસવીરને ગુરુવારે જાહેર કરી છે. આઈઆઈઆરએસની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સૂર્યપ્રકાશને માપી શકે છે જે ચંદ્રની સપાટીથી બદલાય છે.

ઇસરોએ જણાવ્યું કે આઈઆઈઆરએસ ચંદ્ર પર સૂર્યની બદલાતી કિરણો, ચંદ્રની સપાટી પર રહેલા ખનિજોને શોધવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ તસવીરથી ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. આ પહેલા 4 ઓક્ટોબરે ઇસરોએ ચંદ્રયાન -2 ના ઓર્ર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા સાથે લેવાયેલ ફોટો પ્રકાશિત કર્યો હતો.


બીજી તરફ નાસાએ ઇસરોના મૂન લેન્ડર વિક્રમને શોધવા માટેની પ્રકિયા ઝડપી કરી દીધી છે. સોમવારે નાસાએ એલઆરઓએ તે જગ્યાની તસવીરો લીધી હતી. જ્યાં માનવામાં આવે છે કે ત્યાં વિક્રમ પડ્યું હશે. તેઓએ જણાવ્યું કે અમે વિક્રમ સાથે શું થયું તે જાણવા પૂરો પ્રયાસ કરી રહ્યાં છે. તાજેતરની તસવીરોનું અધ્યયન પણ કેમેરા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તે અંગે પણ જાણકારી મળી શકે છે.