પશ્ચિમ બંગાળ: ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશના જવાનોએ બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જ્યારે એક જવાન ઘાયલ થઇ ગયો છે. બંનેને તરત મેડિકલ માટે લઇ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચચતા પહેલા જ વિજય ભાન સિંહ નામના જવાનું મોત થયું હતું.


પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટના ગુરુવારે સવારે નવ વાગ્યે મુર્શિદાબાદ જિલ્લામાં કાકમારિછર બૉર્ડર પોસ્ટની છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(બીજીબી) તરફથી કરવામાં આવેલી આ હરકતના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.


બીએસએફ પ્રમુખ વી.કે જોહરીએ પોતાની સમકક્ષ મેજર જનરલ શફીનુલ ઇસ્લામ શાથે હોટલાઈન પર વાત કરી છે. સૂત્રો અનુસાર બીજીબીના મહાનિદેશકે ઘટનાની તપાસ કરવા અંગે ભરોસો આપ્યો છે.

જાણકારી પ્રમાણે બીએસએફના જવાનો બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશે બંધક બનાવેલા માછીમારોની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો. ગુરુવારે ભારત-બાંગ્લાદેશ સીમા પર ભારતના 3 માછીમારો પદ્મા નદીમાં માછલી પકડવા ગયા હતા. બાદમાં બે માછીમારો પરત આવ્યા અને અને એમને બીએસએફની કકમારીચાર પોસ્ટ પર સૂચના આપી કે બીજીબીએ એમના ત્રણ માણસોને પકડી લીધા હતા પરંતુ બાદમાં બે ને મુક્ત કર્યા. માછીમારો પ્રમાણે બીજીબીએ એમને કહ્યું કે એ બીએસએફ પોસ્ટ કમાન્ડરને ફ્લેગ મીટિંગ માટે બોલાવે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ ખૂબજ સારા છે અને સરહદ પર દાયકાઓથી કોઈ ફાયરિંગની ઘટના બની નથી પરંતુ આ ઘટના વિચલતિ અને હેરાન કરનારી છે.