નવી દિલ્હીઃ ચંદ્રયાન 2નું લોન્ચિંગ આજે બપોરે 2.43 વાગ્યે થશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ શનિવારે ચંદ્રયાન 2ની લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધી છે. ઈસરોના પૂર્વ પ્રમુખ એએસ કિરણ કુમારે કર્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમે સોમવારે ઈવેન્ટ માટે તૈયાર છીએ. ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન 2ની લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2.51 વાગ્યે થવાની હતી, જે ટેકનિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનિકલ ખામીઓને યોગ્ય કરી લીધી છે.
લોન્ચિંગનું લાઈ સ્ટ્રીમિંગ જોવા ક્લિક કરો અહીં.
ISROએ કર્યા આ 4 મહત્વપૂર્ણ ફેરફાર
- ISROએ ચંદ્રયાન-2ની યાત્રાના દિવસ 6 દિવસ ઓછા કરી દીધા છે. તેને 54 દિવસથી ઘટાડીને 48 દિસવ કીર દીધા છે. વિલંબ બાદ પણ ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરશે.
- ISROએ ચંદ્રયાન-2 માટે પૃથ્વીની ચારે તરફ અંડાકાર ચક્કરમાં ફેરફાર કર્યો છે, એપોજીમાં 60.4 કિમીનું અંતર આવી ગયું છે.
- તેની સાથે જ ISROએ પૃથ્વીના ઓર્બિટમાં જવાનો સમય લગભગ એક મિનિટ વધારી દીધો છે.
- બીજી તરફ, ચંદ્રયાન-2ની વેલોસિટીમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરવામાં આવ્યો છે.