Chandrayaan-3: 40 દિવસની લાંબી મુસાફરી બાદ ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ લાંબી મુસાફરી હવે તેના છેલ્લા તબક્કામાં છે, જેમાંથી સૌથી મહત્વની પ્રક્રિયા લેન્ડિંગની જે ખૂબ જ મુશ્કેલ છે. આમાં સૌથી મહત્વપૂર્ણ છેલ્લી 17 મિનિટ હશે. જેને વૈજ્ઞાનિકો 17 મિનિટ્સ ઓફ ટેરર ગણાવે છે
ચંદ્રયાન-3નું લેન્ડિંગ ક્યારે થશે?
જો બધુ અપેક્ષા મુજબ રહ્યું તો આજે (બુધવાર) સાંજે 6.40 કલાકે ભારતનું ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. દરમિયાન, ભારતના ચંદ્ર મિશનને છેલ્લી 17 મિનિટમાં પ્રવેશ કરવો પડશે. આ તે સમય હશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે.
અગાઉ ચંદ્રયાન-3 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં દોડી રહ્યું હતું. હવે તે કાચબાની ગતિ કરતા ઓછી ઝડપે લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3નું લેન્ડિંગ 1 થી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે થશે. જેથી સમયે ક્રેશ થવાની શક્યતા નહિવત છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર પગ મૂકશે અને લેન્ડિંગ પછી તેનું કામ શરૂ કરશે. લેન્ડિંગ પહેલા તમે લાઈવ ટ્રેકરની મદદથી ચંદ્રયાન-3નું પળેપળનું લોકેશન જોઈ શકો છો.
અહીં તમે ચંદ્રયાન-3નું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો
ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5.27 વાગ્યે શરૂ થશે. આ ઈસરોની વેબસાઈટ,યુટ્યુબ, ફેસબુક પર જોઈ શકાય છે. ISRO અથવા પછી તે ડીડી નેશનલ ટીવી ચેનલ પર જોઈ શકાય છે.
ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બનશે
ચંદ્રયાન-3ની સફળતા ભારતનો ડંકો વગાડી દેશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ બનશે અને ત્યારબાદ સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 દ્વારા વધુ સંશોધન કરશે.
5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો.
ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડ્યુલને મિશનની શરૂઆતના 35 દિવસ બાદ 14 જુલાઈના રોજ સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થયા બાદ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલને અલગ કરતા પહેલા તેને 6, 9, 14 અને 16 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં નીચે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તે ચંદ્રની સપાટીની નજીક આવી શકે. હવે 23 ઓગસ્ટે ચંદ્ર પર તેનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરવામાં આવશે.