નવી દિલ્હીઃ ભારત સરકારે ચંદ્રયાન-3ને લીલી ઝંડી આપી દીધી છે. ઇસરો પ્રમુખ કે. સિવને પ્રસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તેનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને ચંદ્રયાન-3ને આગામી વર્ષે 2021માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ દરમિયાન તેમણે ગગનયાન પ્રોજેક્ટ વિશે પણ જણાવ્યું.


ચંદ્રયાન-2ને લઈને ઇન્ડિય સેપ્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેન (ઈસરો)ના પ્રમુખ કે. સિવને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીસી દરમિયાન સિવને જણાવ્યું કે, ‘ચંદ્રયાન-3ને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને તેની તમામ પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.’ સિવને જાણકારી આપતા કહ્યું, ‘ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2 જેવું જ હશે. ચંદ્રયાન-2માં ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા. ચંદ્રયાનમાં પણ આ બધું હશે.’


ઈસરો ચીફે કહ્યું હતું કે, 2020માં કોસ્ટ ઈફેક્ટિવ ચંદ્રયાન-3 લોંચ કરવામાં આવશશે. તેવી જ રીતે ગગનયાનના અવકાશયાત્રીઓને જાન્યુઆરી 2020ના બીજા સપ્તાહથી ટ્રેનિંગ આપવામાં આવશે. ગગનયાનના મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરની વિચારણા સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે 4 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. 2019માં ગગનયાન પ્રોજેક્ટમાં અમે ખાસી પ્રગતિ કરી છે.

ઈસરો ચીફે કહ્યું હતું કે, 2019ની સફળતાઓ અને 2020ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તમિળનાડુના થુથુકુડીમાં નવુ સ્પેસ પોર્ટ બનાવવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર ખુબ જ સારૂ કામ કરી રહ્યું છે.