Chandrayaan-3 ઇસરોએ  ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે.  વિશ્વની નજર ભારતના આ મિશન પર ટકેલી હતી. 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત વિશ્વમાં રશિયા, અમેરિકા અને ચીનની બરાબરી પર આવી ગયું છે. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.  આ પહેલા  ત્રણ દેશોએ  ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાઓ આ સફળતા પ્રાપ્ત કરી હતી. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું.