Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 મિશન જલદી ચંદ્ર પર ઇતિહાસ રચવાનું છે. 23 ઓગસ્ટની સાંજે વિક્રમ ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે અને આ સમયે 10 મિનીટ ખુબ જ ખાસ રહેશે. આપણે જે 10 મિનીટની વાત કરી રહ્યાં છીએ, તે છે વિક્રમની લેન્ડિંગની છેલ્લી મિનીટ, જો અંતિમ આ મિનીટોમાં બધુ ઠીક રહ્યું તો મિશન સફળ થઇ જશે.


છેલ્લી 10 મિનીટ ખતરનાક - 
ખરેખરમાં, ચંદ્રયાન-2 મિશન દરમિયાન આ સમયે જ ગરબડીથી મિશન સફળ ન હતુ થઇ શક્યુ. જાણો આ છેલ્લી મિનીટોમાં શું શું થાય છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન વિક્રમ યોગ્ય જગ્યાની પસંદગી કરીને ચંદ્ર પર લેન્ડિંગ માટે તૈયાર થાય છે, આ સમયે લેન્ડરની સ્પીડને ખુબ જ ઓછી કરવી પડે છે, અને થ્રસ્ટના બેલેન્સની સાથે આ કામ કરવામાં આવે છે. સ્પીડ કન્ટ્રૉલ અને લેન્ડિંગની યોગ્ય જગ્યા બાદ આને જમીન પર ઉતારવામાં આવે છે, ઘણીવાર થ્રસ્ટ ઓછું કે વધુ હોવાના કારણે સૉફ્ટ લેન્ડિંગમાં સમસ્યા આવી જાય છે.


આ વખતે લેન્ડરમાં આનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે, અને સ્પીડની સાથે લૉકેશન જોવાની પણ ટેકનોલૉજી પર ખાસ કામ કરવામાં આવ્યુ છે. પછી લેન્ડિંગ થયા બાદ આનાથી રૉવર નીકળે છે, જે ડેટા કલેક્ટર કરે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ રૉવરનું નામ પ્રજ્ઞાન જ છે. આવામાં લેન્ડિંગનો જે સમય છે, તેને સૌથી ખાસ માનવામાં આવે છે.


અગાઉ ચંદ્રયાન-3 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં દોડી રહ્યું હતું. હવે તે કાચબાની ગતિ કરતા ઓછી ઝડપે લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3નું લેન્ડિંગ 1 થી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે થશે. જેથી સમયે ક્રેશ થવાની શક્યતા નહિવત છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર પગ મૂકશે અને લેન્ડિંગ પછી તેનું કામ શરૂ કરશે. લેન્ડિંગ પહેલા તમે લાઈવ ટ્રેકરની મદદથી ચંદ્રયાન-3નું પળેપળનું લોકેશન જોઈ શકો છો.


અહીં તમે ચંદ્રયાન-3નું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો


ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 5.27 વાગ્યે શરૂ થશે. આ ઈસરોની વેબસાઈટ,યુટ્યુબ, ફેસબુક પર જોઈ શકાય છે. ISRO અથવા પછી તે ડીડી નેશનલ ટીવી ચેનલ પર જોઈ શકાય છે.


ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બનશે


ચંદ્રયાન-3ની સફળતા ભારતનો ડંકો વગાડી દેશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ બનશે અને ત્યારબાદ સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 દ્વારા વધુ સંશોધન કરશે.