Chandrayaan-3 Touchdown Point: છેલ્લા બે દિવસથી ભારતમાં ચંદ્રયાન-3ની સફળતા કરતાં તેના પર રાજકીય પ્રહારો તેજ થઇ ગયા છે. ગઇ 23 ઓગસ્ટ, બુધવારે ભારતના ઇસરોએ મોટી સફળતાં હાંસલ કરતાં ચંદ્રની દક્ષિણી ધ્રુવીય વિસ્તાર પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરાવી દીધું છે. આ સાથે ભારત દુનિયાનો એક એવો દેશ બની ગયો છે જેને દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યુ છે. આ પછી ભારતના વડાપ્રધાન મોદીએ જે જગ્યાએ ચંદ્ર પર ચંદ્રયાન-3 લેન્ડ થયુ હતુ તે પૉઇન્ટને શિવશક્તિ પૉઇન્ટ નામ આપ્યુ હતુ. આ શિવશક્તિ નામ આપવાને લઇને ભારતમાં રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. હવે આ અંગે ઇસરો ચીફનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. 


ચંદ્રયાન-3 વિશે લેટેસ્ટ માહિતી અપડેટ આપતા, ISRO ચીફ એસ સોમનાથે કહ્યું છે કે, ચંદ્ર પર બધુ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. વિક્રમ અને લેન્ડરની સ્થિતિ સારી છે અને બોર્ડ પરના પાંચેય ઇન્સ્ટ્રૂમેન્ટને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તે હવે સારામાં સારા ડેટા આપી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 3 સપ્ટેમ્બર પહેલા, અમે વિવિધ મૉડની સંપૂર્ણ ક્ષમતા સાથે તમામ પ્રયોગો પૂર્ણ કરી શકીશું. અલગ-અલગ મૉડ્સનું ટેસ્ટિંગ થવાનું છે. અમને ચંદ્રની સારી તસવીર મળી રહી છે. 


ચંદ્રયાન-3ના ટચડાઉન પૉઈન્ટને 'શિવ શક્તિ' પૉઇન્ટ કહેવા પર પણ ઇસરો ચીફે નિવેદન આપ્યુ છે. ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે PM મોદીએ તેનો અર્થ એ રીતે સમજાવ્યો જે આપણા બધા માટે યોગ્ય છે. મને લાગે છે કે તેમાં કંઈ ખોટું નથી અને સાથે જ તેનો અર્થ પણ સમજાવ્યો હતો. ઈસરોના વડાએ કહ્યું કે દેશના વડાપ્રધાન હોવાના કારણે તેનું નામ આપવું પીએમ મોદીનો વિશેષાધિકાર છે.






ઈસરો ચીફનું આ નિવેદન તિરુવનંતપુરમના ભદ્રકાલી મંદિરમાં પૂજા બાદ આવ્યું છે. હકીકતમાં, રવિવારે સોમનાથ તિરુવનંતપુરમના ભદ્રકાલી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. તેમને કહ્યું કે હું એક સંશોધક છું. હું ચંદ્રમાં જુદીજુદી શોધ કરું છું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેનું અન્વેષણ કરવું એ મારા જીવનની સફરનો એક ભાગ છે. હું ઘણા મંદિરોની મુલાકાત લઉં છું અને ઘણા ધર્મગ્રંથો અને શાસ્ત્રો વાંચું છું.


 










-