Pakistani Anchor Happy On Chandrayaan-3: ભારતનું ચંદ્રયાન-3 ગઇ 23મી ઓગસ્ટ 2023ના દિવસે સાંજે 6.04 કલાકે ચંદ્રની ધરતી પર લેન્ડ થઇ ચૂક્યુ છે, ભારતે આ સાથે જ દુનિયાભરમાં ઇતિહાસ રચી દીધો છે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં યાન મોકલનાર પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન પણ આને લઈને ખુશીની લાગણી અનુભવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું હતું. તેના પર એક પાકિસ્તાની મહિલા એન્કરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે, મને વાતની ખુબ જ ખુશી છે. હાલમાં આ પાક મહિલા એન્કરનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


પાકિસ્તાની મહિલા એન્કરે એક લાઈવ શૉ દરમિયાન કહ્યું કે ભારત જ્યારે ચંદ્ર પર પહોંચી ગયું છે, અમે હજુ પણ અધવચ્ચે જ અટવાયેલા છીએ. આપણી સંસ્કૃતિ બધી સમાન છે, પરંતુ ભારતે આ ક્ષેત્રમાં સફળતા મેળવી છે. તેને આ શૉ દરમિયાન કહ્યું કે જો અમારે ભારત સાથે સ્પર્ધા કરવી હોય તો એવા ક્ષેત્રમાં કરવી જોઈએ, જેમાં ભારત આગળ વધી રહ્યું છે.


આપણે હજુ આપણાં બાળકોને જ ચાંદ-ચાંદ કરી રહ્યાં છીએ - 
પાકિસ્તાની ન્યૂઝ શૉ દરમિયાન મહિલા એન્કરની સાથે એક પુરુષ એન્કર પણ હાજર હતો. તે પુરૂષ એન્કરે કહ્યું કે તમે અનુમાન લગાવી શકો છો કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને અમે હજી પણ અમારા પોતાના બાળકોને ચાંદ-ચાંદ કહીએ છીએ. લેન્ડિંગ સમયે ઈસરો સેન્ટરની તસવીરોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ખરેખરમાં ત્યારે શું માહોલ હતો, જ્યારે ભારતે સહી સલામત ચંદ્ર પર ચંદ્રયાન-3ને લેન્ડ કરાવી દીધુ હતુ.


ઈસરો સેન્ટરમાં હાજર રહેલા તમામ લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આપણે એક જેવી જ ભાષા બોલીએ છીએ, એકસરખા દેખાઇએ છીએ, પરંતુ તેમ છતાં ભારતે સફળતા મેળવી લીધી છે.






સાઉથ પૉલના ભાગે લેન્ડ કરાવનારો પહેલો દેશ - 
પાકિસ્તાની એન્કરે કહ્યું કે ભારત દુનિયાનો ચોથો એવો દેશ બની ગયો છે, જેને ચંદ્ર પર પહોંચવામાં સફળતા મેળવી છે. આ પહેલા માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે. જોકે, આ મામલે તેને એક પગલું આગળ વધારતા ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવના ભાગ પર ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે.