દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશનું પાલન કરતાં ચારધામ યાત્રા તાત્કાલીક અસરથી આગામી આદેશ સુધી અટકાવી દીધી છે. તેના માટે સરકારે સંશોધિત એસઓપી પણ બહાર પાડી છે. આ પહેલા હાઈકોર્ટના આદેશ છતાં ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને લઈને ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી હતી.


જણાવીએ કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર સાત જુલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. હાઈકોર્ટે સોમવારે એક સુનાવણી દરમિયાન કેબિનેટના નિર્ણયને બદલતાં યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો. હાઈકોર્ટે તીર્થ સ્થળો સાથે જોડાયેલ ભાવનાઓને ધ્યાનમાં રાખતા સરકારને મંદિરોમાં ચાલી રહેલ રિવાજો અને સમારોહનું દેશભરમાં લાઈવ પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું.


HCએ રાજ્ય સરકારની વ્યવસ્થાઓ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો


નોંધનીય છે કે હાઈકોર્ટે યાત્રા દરમિયાન પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની વ્યવસ્થાઓ પર અસંષોત વ્યક્ત કર્યો હતો. ચીફ જસ્ટીસ આરએસ ચૌહાણ અને જસ્ટિસ અલોક કુમાર વર્માની બેન્ચે રાજ્ય મંત્રિમંડળના એ નિર્ણયને અટકાવી દીધો હતો જેમાં ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાના રહેવાસીઓને એક જુલાઈથી હિમાલયી ધામોના દર્શનની મંજૂરી આપવામાં આવી હતી.


હાઈકોર્ટે કહ્યું કે, હાલની સ્થિતિમાં કેટલાક લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખવાને બદલે કોરોના વાયરસના ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટથી બધાને બચાવવા મહત્ત્વપૂર્ણ છે. અરજીકર્તાના વકીલ દુષ્યંત મૈનાલીએ કહ્યું કે, હવે પ્રવાસ માટે કોઈએ ભૌતિક રીતે જવાની મંજૂરી નથી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમપ્રકાશ અને પર્યટન સચિવ દિલીપ જાવલકર સુનાવણીમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા.






૨૦ જૂને રાજ્ય સરકારે બે તબક્કામાં ચાર ધામ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૧ જુલાઈથી ઉત્તરાખંડના ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકોને યાત્રા માટે મંજુરી આપી હતી. રાજ્યના બાકીના ભાગના લોકો માટે ૧૧ જુલાઈથી ચાર મંદિરની યાત્રા કરવાને મંજુરી આપવાની યોજના હતી.