કોરોના પછી, ઘણા દર્દીઓના ફેફસામાં કફની ફરિયાદો જોવા મળે છે. આ સ્થિતિમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. જમા કફ દૂર કરવા માટે દવાઓ પણ આપવામાં આવે છે, પરંતુ દવા વગર છાતીની ફિઝીયોથેરાપીથી  જમા કફને  લાળને સરળતાથી બહાર લાવી શકાય છે. ચેસ્ટ થેરેપી બાદ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી અને ફેફસાનાં સંક્રમણને  ઝડપથી રિકવર કરી શકાય છે. 


કોવિડના દર્દીઓ રિકવરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થવા માટે  ફિઝીયોથેરાપીનો સહારો  લે છે. નિષ્ણાતો કહે છે કે કોવિડના ગંભીર સંક્રમણથી  બહાર આવેલા દર્દીઓનું  ઓક્સિજન લેવલ વધારવાામાં અને ફેફસાની રિકવરીમાં ચેસ્ટ ફિઝિયોથેરેપી ખૂબ જ મહત્વની સાબિતથઇ રહી છે. આ થેરેપીથી મોટી સંખ્યામાં દર્દી સાજા થઇ રહ્યાં છે. ચેસ્ટ થેરેપીથી ફેફસાના ઇન્ફેકશમાં  રિકવરી આવવાની સાથે ઓક્સિજન લેવલ પણ અપ થઇ રહ્યું છે. 


ડોક્ટરના મત મુજબ ચેસ્ટ ફિઝિયોથેરેપીથી છાતીની અંદર જમા કફ અને સૂકા કફના કારણે શ્લાસ લેવામાં તકલીફ થાય છે. આપ કેટલીક એક્સરસાઇઝ સરળતાથી ઘરે કરી શકો છો. તો જાણીએ ઘરે જાતે કરી શકાય તેવી બ્રિથિંગ એક્સરસાઇઝ કઇ-કઇ છે. 


ડાયાફ્રામિક બ્રિથિંગ  એક્સરસાઇઝ
આ એકસરસાઇઝ કરવાથી હાર્ટ રેટ કમ અને બ્લડ પ્રેશનર નોર્મલ રહે  છે. તેને કરવાની યોગ્ય રીત સમજવી જરૂરી છે. સૌથી પહેલા જમીન પર સૂઇ જાવ. હવે માથુ અને ઘૂંટણ નીચે તકિયો રાખી દો. ખભાને રિલેક્સ કરો અને એક હાથ પેટ પર રાખો. બીજો હાથ છાતી પર રાખો. હવે આપને 2 સેકેન્ડ સુધી નાસથી શ્વાસ લેવાનો છે. આવું કરવાથી પેટની માંસપેશીમાં ખેચાણ આવે છે. હવે મોથી શ્વાસ છોડો અને પેટની હવાના બહાર કાઢો.


પર્સ્ડ લિપ બ્રિથિગ એકસરસાઇઝ
આ એક્સરરાઇઝ કરવાથી એરવેને ખુલવામાં મદદ મળે છે. સૌથી પહેલા આરામદાયક પોઝિશનમાં બેસી જાવ. હાથોને સાાથળ પર રાખો. હવે નાકથી શ્વાસ લો. ફેફસાની બદલે શ્વાને પેટમાં ભરો. હવે હોઠથી સિટી વગાડતા શ્વાસને બહાર કાઢો