નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. જેને લઈ સોમવારથી દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન શરૂ થવાનું છે. પરંતુ આ પહેલા જાણીતા લેખક ચેતન ભગતનું રિએક્શન સામે આવ્યું છે. તેમણે કહ્યું, લોકડાઉન અમીર દેશોનો ખેલ છે, ગરીબ દેશો પાસે કોઈ વિકલ્પ નથી.

ચેતન ભગતે ટ્વિટમાં લખ્યું, લોકડાઉન અમીરોનો ખેલ છે. અમીર આદમી બીમાર થઈ જાય તો રજા લઈને મહિના સુધી ઘરે બેસી શકે છે. ગરીબો પાસે તે વિકલ્પ નથી. આવી જ રીતે અમીર દેશો લોકડાઉન લંબાવી શકે છે. ગરીબ દેસો પાસે તો વિકલ્પ પણ નથી.



ચેતન ભગત સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને સામાજિક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. તેમના ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ પણ છે. અનેક લોકો અમીર અને ગરીબની વ્યાખ્યા પૂછી રહ્યા છે.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવેલ 54 દિવસનું લોકાડઉન આજે સમાપ્ત થઈ રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી (18 મે)થી શરૂ થશે અને તેના માટે કેન્દ્ર સરકાર આજે ગાઈડલાઈન જાહેર કરશે.