નવી દિલ્હી: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવેલ 54 દિવસનું લોકાડઉન આજે સમાપ્ત થઈ રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી (18 મે)થી શરૂ થશે અને તેના માટે કેન્દ્ર સરકાર આજે ગાઈડલાઈન જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વખતે સંબોધનમાં લોકડાઉન -4ની જાહેરાત કરી હતી અને કહ્યું હતું લોકડાઉન 4 નવા નિયમો સાથે લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 24 માર્ચના રોજ 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેના બાદ ત્રણ મે થી સુધી અને બાદમાં 17 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું હતું.


દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી 85,940 કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી 2752 મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 103 લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે અને 3970 નવા કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 53,035 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે. જ્યારે 30152 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 35.08 ટકા દર્દીઓ આ બીમારીમાંથી બહાર આવ્યા છે. ગઈ ભારતે કુલ સંક્રમણ મામલે ચીનને પણ પાછળ છોડી દીધું છે. ચીનમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 82,941 છે જ્યારે ભારતમાં 85,940 કેસ નોંધાય ચૂક્યા છે.