child died chewing gum: કાનપુરમાં એક દુ:ખદ ઘટનામાં ચાર વર્ષના માસૂમ બાળકનું ચ્યુઇંગ ગમ ટોફી ખાવાથી મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકે વિસ્તારની એક દુકાનમાંથી ટોફી ખરીદી હતી. ટોફી ખાધા પછી થોડી જ વારમાં તે તેના ગળામાં ફસાઈ ગઈ હતી.જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પરિવારના સભ્યો તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થઈ ગયું હતું. 


આ ઘટનાએ દરેકને ઊંડો આઘાત પહોંચાડ્યો છે અને બાળકોની સલામતી અંગે ચિંતા વધારી દિધી છે. આ સાથે જ પરિવાર અને સમાજમાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, બાળકે જીદ કરીને વિસ્તારની એક દુકાનમાંથી ટોફી ખરીદી હતી. ટોફી ખાધા પછી થોડી જ વારમાં તે બાળકના ગળામાં ફસાઈ ગઈ, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.


બાળકના પિતા રાહુલ કશ્યપે જણાવ્યું કે તેમનો પુત્ર રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ટોફી ખાઈ રહ્યો હતો. ટોફી ફસાઈ ગયા પછી પરિવારે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે બહાર ન આવી શકી. પરિવારે તરત જ બાળકને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.


ઘટના બાદ પિતાએ જણાવ્યું કે તેઓ પરી જૈન ટોફી બનાવતી કંપની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યા છે. આ દુ:ખદ ઘટનાથી વિસ્તારમાં ટોફી ખાવાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનો માહોલ છે.