છત્તીસગઢ: બીજાપુર જિલ્લામાં શુક્રવારે છત્તીસગઢ અને તેલંગણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 10 નક્સલીઓ ઠાર માર્યા છે. તેમાં સાત નક્સલીઓના મૃતદેહ જપ્ત કર્યા છે.

બીજાપુરના પોલીસ અધીક્ષક મોહિત ગર્ગે જણાવ્યું કે, આ અથડામણ શુક્રવારે સવારે આઈપેંટા ગામ નજીક જંગલમાં થઈ હતી. જો કે, સંયુક્ત દળને એક ગુપ્ત જાણકારી મળી હતી તેના આધારે તેલંગણા પોલીસની એક એન્ટી નક્સલ યૂનિટ અને છત્તીસગઢ પોલીસના જવાનોએ જંગલમાં સર્ચ અપરેશ કર્યું હતું.

આઈપેંટામાં પેટ્રોલિંગ કરતી વખે નક્સલીઓએ સંયુક્ત દળ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી જેની જવાબી કાર્યવાહીમાં આ નક્સલીઓ માર્યા ગયા છે. બસ્તર પોલીસ મહાનિરીક્ષક વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું કે ઘટનાસ્થળની તપાસ દરમિયાન પાંચ મહિલા અને બે પુરુષ વર્દીધારી નક્સલીઓની મૃતદેહને જપ્ત કર્યા છે.