છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018: નક્સલ પ્રભાવિત આ રાજ્યમાં કોની બનશે સરકાર?
abpasmita.in
Updated at:
18 Oct 2018 05:44 PM (IST)
NEXT
PREV
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં જીત માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી થવાની છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 12 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન છે. જ્યારે 20 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેનું પરિણામ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સાથે 11મી ડિસેમ્બરે આવશે. રાજ્યમાં મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ છે. વિધાનસભાની 90 બેઠકો છે. 2013માં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 49 અને કોંગ્રેસ 39 બેઠકો મેળવી હતી. જ્યારે બીએસપી અને અન્યના ભાગે એક-એક બેઠક આવી હતી. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લગતી તમામ ખબરો માટે આ પેજ પર આપનું સ્વાગત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -