લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતોના મોત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાં હાજર પોલીસ જવાનોએ તેઓને બહાર જતા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂપેશ બઘેલ એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા હતા. આ સંબંધમાં તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારના આદેશ વિના મને લખનઉ એરપોર્ટ પરથી બહાર જતા રોકવામાં આવી રહ્યા છે. ધરણા પર બેસેલા બઘેલે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે જમીન પર બેસેલા જોવા મળી રહ્યા છે અને તેમની આસપાસ સુરક્ષાકર્મી તૈનાત છે.
ધરણા પર બેસેલા પોતાની ફોટો સાથે બઘેલે લખ્યું કે કોઇ પણ પ્રકારના આદેશ વિના મને લખનઉ એરપોર્ટ બહાર જતા રોકવામાં આવી રહ્યા છે. લખનઉ રવાના થતા અગાઉ તેમણે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે હું લખનઉ માટે નિકળી ચૂક્યો છું. ખેડૂતો સાથે ન્યાય થઇને રહેશે.
મુખ્યમંત્રી બઘેલે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુરક્ષાકર્મીએ તેમને એરપોર્ટ બહાર જતા રોકી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષાકર્મીઓને સવાલ પણ કરી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે મુખ્યમંત્રી સુરક્ષાકર્મીઓને પૂછી રહ્યા છે કે મને બહાર જતો કેમ રોકવામાં આવી રહ્યો છે.
જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત
ઓખા પછી થરા નગર પાલિકામાં પણ ભાજપનો ડંકો વાગ્યો, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી
પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે – UNમાં ભારત