Chhattisgarh News: છત્તીસગઢના દુર્ગ (Durg) રેલવે સ્ટેશન પર ગઇકાલે એક અનહોની ઘટના ઘટી છે. અહીં એક યુવકે જાણી જોઇને મોત સામે બાથ ભીડી છે. દુર્ગ રેલવે સ્ટેશન પર રવિ નામનો એક યુવકે છત્તીસગઢ એક્સપ્રેસની ઉપર ચઢીને ઓએચઇ તાર એટલે હાઇ ટેન્શન વાયરસ પકડી લીધો. આ પછી એક જોરદાર ધડાકો થયો અને યુવક ટ્રેનના ડબ્બાની ઉપર પટકાઇને નીચે પડ્યો હતો. આ ઘટનાને ત્યા ઉભા રહેલા લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. 


જાણકારી અનુસાર, દુર્ગ રેલવે સ્ટેશન પર 24 ઓક્ટોબરની સવારે લગભગ 9:00 વાગ્યે અમૃતસરથી બિલાસપુર જતી છત્તીસગઢ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી. આ દરમિયાન એક યુવક ફૂટ ઓવરબ્રિજ પરથી થઇને છત્તીસગઢ એક્સપ્રેસના ડબ્બા પર ચઢી ગયો. તેને ત્યાં રહેલા લોકોએ નીચે ઉતરવા માટે સમજાવ્યો પરંતુ તેને કોઇનુ માન્યુ નહીં. મળતી વિગતો અનુસાર દુર્ગ રેલવે સ્ટેશન પર 24 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાની આસપાસની આ ઘટના છે. 


બતાવવામાં આવી રહ્યું છે કે, આ યુવક જાંજગીર ચાંપાને રહેવાસી છે, અને તે પંજાબના જલંધરમાં કામ કરતો હતો. યુવક છત્તીસગઢ એક્સપ્રેસમાં જ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, પરંતુ અચાનક તે ઓવરબ્રિઝના સહારે છત્તીસગઢ એક્સપ્રેસના ડબ્બાના ઉપર ચઢી ગયો અને થોડી જ વારમાં લોકો સાથે વાત કરતાં તેને હાઇ ટેન્શન વાયરને પકડી લીધો હતો. તારને પકડતાંની સાથે જ એક જોરદાર ધડાકો થાય છે ને જોતજોતામાં તો યુવક ભડકે બળીને ડબ્બા પરથી નીચે પટકાય છે. આનાથી જોરદાર ધડાકો થયો અને વીડિયો બનાવી રહેલા લોકોએ અફડા તફડી મચાવી દીધી હતી. તે યુવક નીચે પટકાઇને ગંભીર રીતે ઘાયલ થયો હતો. સવાલ એ પણ છે કે યુવક આ ટ્રેનમાં જ સવાર હતો તો ડબ્બાની ઉપર કેમ ચડ્યો હતો? જીઆરપી અને આરપીએફે આ મામલે તપાસ હાથ ધરી છે.


ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક દુર્ગની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત વધુ કથળતાં તેને રાયપુર ખાતે રિફર કરવામાં આવ્યો છે. આ આખી ઘટનાને રેલવે પ્રશાસને પણ દબાવવા પ્રયત્ન કર્યો. જો કે, વીડિયો જોતજોતામાં જ વાઈરલ થવા લાગતાં આખી ઘટના પ્રકાશમાં આવી ગઇ હતી.