નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત વર્ષ જુના ટ્વીટને રિટ્વીટ કરતા કટાક્ષ કર્યો છે. ચિદમ્બરમે પોતાના ટ્વીટમાં લખ્યું- હુ પણ આ જ વાત કહેવા ઇચ્છુ છુ માનનીય વડાપ્રધાન જી.

વર્ષ 2013માં પીએમ મોદીએ વડાપ્રધાન બનતા પહેલા પોતાની ટ્વીટમાં લખ્યું હતુ- ભારતની અર્થવ્યવ્થા મુશ્કેલીમાં છે, યુવાઓને નોકરી જોઇએ છે, અર્થવ્યવસ્થા ઠીક કરવામાં વધુ સમય આપે, ના કે માત્ર રાજનીતિ કરે. ચિદમ્બરમજી, પ્લીઝ નોકરી આપવામાં ફોકસ કરો.



બેરોજગારી અને ધરાશાયી થયેલા જીડીપી જેવા મુદ્દાઓ પર કોંગ્રેસ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે, આજે જે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરતા મોદી સરકારને ઘેરી છે. સુરજેવાલે કહ્યું કે, સામાન્ય માણસ કદાચ જીડીપીનો નાણાંકીય પ્રભાવ તો નથી જાણતો, પણ એ જરૂર સમજે છે કે મજૂરોના મોંનો કોળીયો છીનવો ગુનો છે. લોકોનુ ઉગાળા પગે ચાલવુ અને બસોનુ ખાલી ઉભુ રહેવુ પાપ છે. મંગળયાન ચલાવવા વાળા દેશમાં એક છોકરીનુ કેટલાય કિલોમીટર સુધી પિતાને સાયકલ પર લઇ જવુ લાચારી છે.

સુરજેવાલે આગળ લખ્યું- સામાન્ય માણસ એ જરૂર સમજે છે કે સુરક્ષા ઉપકરણો માંગવા પર ડૉક્ટરોના ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દેવા તાનાશાહી છે. જ્યારે તપાસની સૌથી વધુ જરૂર હોય ત્યારે ધ્યાનને ભટકાવવા માટે દીવડાં સળગાવાના અને આતશબાજી કરાવવી જબરદસ્તી છે.