અમદાવાદઃ શ્રાદ્ધ પક્ષ આજથી એટલે કે બુધવારથી શરૂ થશે. આ સમય દમરિયાન માંગલિક કાર્યો બાધ્ય રહેશે. લોકો આ સમયે પિતૃઓનું તર્પણ કરશે. જોકે આ વખતે કોરોના વાયરસના પ્રકોપને કારણે ચાણોદ, સિદ્ધપુર સહિતના પિતૃ તીર્થમાં ઓછી ભીડ જોવા મળે તેવી સંભાવના છે.


આ વર્ષે તિથિના સંયોગને કારણે 16 દિવસનો શ્રાદ્ધ પક્ષ રહેશે. જે 4 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે ખાલી દિવસ રહેશે અને 17મીએ પૂનમ-અમાસ સર્વપિત્રી અમાસ રહેશે.

૪ સપ્ટેમ્બરના રોજ એક દિવસ ખાલી રહેશે અને ૧૭મીએ પૂનમ-અમાસે સર્વપિત્રી અમાસ રહેશે. ૨ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધીના ૧૬ દિવસના શ્રાદ્ધ પક્ષમાં અલગ અલગ તિથિ પ્રમાણે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરાશે.

શાસ્ત્રો મુજબ, પૂનમથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલું પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. સૂર્ય જ્યારે કન્યા રાશિમાં આવે છે ત્યારે પિતૃદેવો તેમના સંતાનોના ઘરે જાય છે અને જો સંતાનો શ્રાદ્ધ ન કરે તો પિતૃદોષ આવે છે.

કેટલાક વર્ષોથી તિથીના સંયોગ વચ્ચે ૧૫ દિવસનું જ શ્રાદ્ધ પક્ષ આવતું હતુ. પરંતુ ચાલુ વર્ષે પૂરેપૂરા ૧૬ દિવસનું શ્રાદ્ધ રહેશે.

શ્રાદ્ધ પક્ષનું ભારે મહત્વ હોવાની સાથે જ હવે શહેરીજનો પોતાની ક્ષમતા મુજબ પિતૃતર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક ક્રિયાઓ કરશે. ૧૭મી સુધી શ્રાદ્ધ પક્ષ પછી ૧૮મીથી અધિક માસનો આરંભ થશે.