નવી દિલ્હી: રાફેલ ડીલને લઈને દસ્તાવેજોની ચોરીના મામલે એટૉર્ની જનરલ કે કે વેણુગોપાલા વર્તમાન દાવાને પર કૉંગ્રેસના પરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે શનિવારે સરકાર પર નિશાન સાધ્યું હતું. ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું કે, લાગે છે કે ચોરે રાફેલના દસ્તાવેજો પાછા આપી દીધાં છે.


ચિદમ્બરમે ટ્વિટ કરીને લખ્યું કે સરકારે બુધવારે કહ્યું કે દસ્તાવેજ ચોરી થઈ ગયા. શુક્રવારે કહ્યું કે દસ્તાવેજોની ફોટોકોપી ચારી થઈ છે. મને એવું લાગે છે કે વચ્ચે ગુરુવારે ચોરે દસ્તાવેજ પરત આપી દીધા હશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે હું સરકારની સમજને સલામ કરું છું.


ઉલ્લેખનીય છે કે અટર્ની જનરલ કે કે વેણુગોપાલે શુક્રવારે દાવો કર્યો છે કે રાફેલ સંબંધિત દસ્તાવેજ રક્ષા મંત્રાલયમાંથી ચોરી નથી થયા અને સુપ્રીમ કોર્ટમાં દાઘલ પોતાના જવાબમાં તેમનો કહેવાનો મતલબ એ હતો કે અરજીકર્તાએ પોતાની અરજીમાં વાસ્તવિક ડોક્યુમેન્ટની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે.

વાંચો:રાફેલ મામલે સરકારની ગુલાંટ, કહ્યું- દસ્તાવેજ ચોરી નહીં લીક થયા છે

આ પહેલા રાફેલ મામલે સુનાવણી દરમિયાન બુધવારે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટમાં કહ્યું હતું કે જે દસ્તાવેજો ઉપર એડવોકેટ પ્રશાંત ભૂષણ વિશ્વાસ કરી રહ્યા છે તે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયા છે. અને અરજીકર્તા આ દસ્તાવેજોના આધાર પર રાફેલની ખરીદી વિરુદ્ધ અજીઓ રદ્ કરવાના નિર્ણય પર પુનર્વિચાર ઇચ્છે છે. રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયેલા દસ્તાવેજનો મામલો એટલો ગંભીર છે કે તેમને ઓફિશિયલ સીક્રેટ એક્ટ 1923 પ્રમાણે અભિયોજનનો સામનો કરવો પડશે. સરકાર આ મામલે ક્રિમીનલ એક્શન લેવા ઉપર વિચાર કરી રહી છે. દસ્તાવેજોની ચોરીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સરકાર ઉપર આકારા પ્રહારો કર્યા હતા.