ચિદમ્બરમ આવતીકાલે સંસદમાં રહેશે હાજર, પુત્ર કાર્તિએ આપી માહિતી
abpasmita.in | 04 Dec 2019 03:56 PM (IST)
આઇએનએક્સ મીડિયા કેસ મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમને આજે જામીન મળી ગયા છે.
નવી દિલ્હીઃ આઇએનએક્સ મીડિયા કેસ મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમને જામાન મળી ગયા છે. ચિદમ્બરમ પર આ મામલો ED સાથે જોડાયેલો છે, જેમાં તેમને જામીન મળ્યા છે. આ પહેલા ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં જામીન મળી ચૂક્યા છે. ચિદમ્બરમે આ મામલે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટો પોતાના ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે સુપ્રીમ કોર્ટે 2 લાખના બૉન્ડની સાથે આ જમીન આપ્યા છે. પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું, મારા પિતા આવતીકાલના સત્રમાં સંસદમાં હાજર રહેશે. પી ચિદમ્બરમ રાજ્યસભાના સભ્ય છે. પિતાને જામીન મળ્યા બાદ કાર્તિએ ટ્વિટ કરીને લખ્યું, આખરે 106 દિવસ બાદ જામીન મળ્યા ખરા. જામીન આપતા કોર્ટે ચિદમ્બરમને એ પણ કહ્યું કે તે કેસ મામલે સાર્વજનિક નિવેદન કે ઇન્ટરવ્યૂ ના આપે. સાથે દેશ છોડવા પર પણ કોર્ટે રોક લગાવી દીધી છે.