નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને ઘણા રાજ્યોમાં કેસ ઘટી ગયા છે અને સ્થિતિ કાબુમાં છે. આ દરમિયાન કેટલાક રાજ્યોએ સ્કૂલો કોલેજો શરૂ કરી છે, જ્યારે ઘણા રાજ્યો ફરીથી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનું વિચારી રહી છે. આ દરમિયાન આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભારગ્વે સ્કૂલ ખોલવાને લઈ મોટી વાત કહી છે.


સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડો.ભાર્ગવને જ્યારે સ્કૂલ ખોલવાને લઈ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલ ખોલી શકાય છે. કારણકે નાના બાળકોમાં પુખ્તોની તુલનામાં સંક્રમણમનો ખતરો ઓછો હોય છે. તેમણે જણાવ્યું કે, યૂરોપના અનેક દેશોમાં કોરોનાના વધતા મામલા વચ્ચે પણ પ્રાઈમરી સ્કૂલો શરૂ હતી. તેથી શરૂઆતમાં પ્રાઈમરી સ્કૂલો ખોલી શકાય છે અને બાદમાં સેકંડરી સ્કૂલ ખોલી શકાય છે.


તેમણે એમ પણ કહ્યું કે, એડલ્ટ્સની તુલનામાં નાના બાળકો વાયરસને સરળતાથી હેન્ડલ કરી શકે છે. નાના બાળકોના લંગ્સમાં એસીએ રિસેપ્ટર્સ ઓછા હોય છે.જ્યાં વાયરસ એટેક કરે છે. બાળકોમાં એસીએ રિસેપ્ટર્સ ઓછા હોવાથી તેમને ઈન્ફેક્શનનો ખતરો ઓછો હોય છે. બીજી વાત એ પણ જોવામાં આવી છે કે 6 થી 9 વર્ષના બાળકોમાં 57.2 ટકા એન્ટીબોડી જોવા મળી છે. જે એડલ્ટના બરાબર છે.




દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા


દેશમાં આજે 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.


Education Loan Information:

Calculate Education Loan EMI