Viral Video: ઝારખંડના દશરથ માંઝીએ એકલા જોરે પહાડ ચીરીને એક નવો રસ્તો બનાવ્યો હતો. દશરથ માંઝીની કહાની લગભગ દરેક ભારતીય જાણે છે. હવે કેટલાક બાળકોએ એવું કર્યું છે જે જોઈને ચોંકી જશો. ઓડિશાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક નાના બાળકો રોડનું સમારકામ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળતા બાળકો માંડ પાંચ-છ વર્ષા હશે. 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણનો બંધારણીય અધિકાર છે. આ ઉંમરમાં આ બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ પરંતુ તેમને રોડનું સમારકામ કરતાં જોઈને આશ્ચર્ય થાય છે.


જોકે કહેવાય ચે કે આ બાળકો સ્વેચ્છાએ રોડનું સમારકામ કરી રહ્યા છે, પરંતુ સત્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ વીડિયો સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું ને હવે તપાસના આદેશ આપ્યા છે.


અધિકારીઓ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે


આ વીડિયો ઓડિશાના ભદ્ર જિલ્લાના બધમારા ગામનો છે. આ વીડિયોમાં 5-6 બાળકો નજીકથી પથ્થર, ઇંટના ટુકડા સાયકલ પર લાવી રહ્યા છે ને રસ્તામાં પડેલ ખાડામાં નાખીને સમતલ કરી રહ્યા છે. બાળકો ઉપરાંત અહીં કોઈ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ બીડીઓ મનોજ બેહડાએ કહ્યું કે, આમાં સત્ય શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જો આ સાચું હશે તો દોષી અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવામાં આવશે.






તેમણે કહ્યું, અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવશે અને સ્થાનીક લોકો સાથે આ મામલે સાચુ શું છે એ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ અને તરત જ રોડનું સમારકામ કરાવીશું. બીડીઓ બહેડાએ કહ્યું કે, રોડ બનાવવાનો આદેશ પહેલા જ આપવામાં આવ્યો હતો. જે અધિકારીઓએ રોડ બનાવવામાં બેદરકારીદાખવી છે તેની વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્રવાઈ કરવામાં આવશે.