Corona Virus: કોરોનાની બીજી લહેરમાં હવે સતત ઘટતાં જતાં કેસ રાહતના સમાચાર છે પરંતુ સંભવિત થર્ડ વેવની શક્યતાન એક્સ્પર્ટ નકારતા નથી. આ બધાની વચ્ચે કોવિડથી રિકવર થયેલા બાળકોમાં ખાસ કરીને એક નવી બીમારીએ જન્મ લીધો છે. જેને ચિંતા વધારી છે. થર્ડ વેવમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી શક્યતા જોવાઇ રહી છે. તેમાં રિકવર થયેલા બાળકોમાં આ નવી બીમારી પેરેન્ટસને ચિંતા વધારી છે. ઉલ્લેખનિય છે કે, આ બીમારી એવા બાળકોમાં જોવા  મળી રહી છે, જેનામાં કોવિડના માઇલ્ડ લક્ષણો હતા. આ બીમારી શું છે અને તેના લક્ષણો ક્યાં છે. જાણીએ..


કોવિડ રિકવર બાળકોમાં થતી આ બીમારી શું છે?


કોરોનાથી રિકવર થયેલા બાળકોમાં થતી આ બીમારીનું નામ  મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) છે.મેના અંતિમ સપ્તાહમાં આ બીમારીના કેસ સામે આવ્યાં હતા. આ બીમારી શું છે અને તેના લક્ષણો શું છે. જાણીએ. MIS-C એક પ્રકારની પોસ્ટ કોવિડ બીમારી છે. આ બીમારી માત્રા 19 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળી રહી છે. આ બીમારી કોવિડથી રિકવર થયા બાદ સામે આવે છે.  વિશાખાપટ્ટનમ, અર્નાકુલમ સહિત દેશના અનેક શહેરોમાં આ પ્રકારના કેસો આવ્યા છે. તેના લક્ષણો કેવા છે સમજીએ.


 MIS-Cનાં લક્ષણો શું છે?


કોરોનાથી રિકવર થયેલા બાળકોમાં થતી આ બીમારીનું નામ  મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) છે. આ બીમારી માત્રા 19 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળી રહી છે. આ બીમારી કોવિડથી રિકવર થયા બાદ સામે આવે છે.  આ બીમારીમાં બેથી વધુ અંગોમાં શરીરમાં સોજો આવી જાય છે. ઉપરાંત તાવ આવે છે. આંખ લાલ થઇ જાય છે અને શરીરમાં સોજોની પણ સમસ્યા જોવા મળે છે. આ બીમારીના લક્ષણો કાવાસાકી જેવાં જ છે.


શું છે કાવાસાકી બીમારી?


કાવાસાકી એક બ્લડ વેસેલ્સની બીમારી છેતેમાં બ્વડની વેસેલ્સમાં સોજૌ  આવી જાય છે.જેના કારણે હૃદય સુધી લોહી પહોંચાડાવાની ધમનીઓ નબળી પડી જાય છે. સ્થિતિ ગંભીર થતાં હાર્ટ અટેક પણ આવી શકે છે.