નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરવાના ભારતના આંતરિક મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાના પાકિસ્તાનના પ્રયાસમાં તેને ચીનનો સાથ મળ્યો છે. પાકિસ્તાનને ડર છે કે કાશ્મીરને લઇને કરવામાં આવેલા ફેરફારથી તેને ત્યાં આતંકવાદના પોતાના એજન્ડાને વધારવામાં મુશ્કેલીઓ આવી શકે છે એટલા માટે તે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. હવે ચીને પણ તેનો સાથ આપવાની માંગ કરી છે.
ચીને જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવા માટે ભારતના નિર્ણય પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ચીનના સાથી પાકિસ્તાને આ મામલામાં ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો. જોકે, બેઠકને લઇને કોઇ સમય નક્કી કરવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે, ચીને સુરક્ષા પરિષદની કાર્યસૂચીમાં સામેલ ભારત પાકિસ્તાન સવાલ પર ચર્ચાની માંગ કરી છે. આ માંગ પાકિસ્તાન તરફથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખવામાં આવેલા પત્રના સંદર્ભમાં કરવામાં આવી છે. તાજેતરમાં જ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી કહ્યુ હતું કે, તેમણે જમ્મુ કાશ્મીર પર ભારતના નિર્ણય પર ચર્ચા માટે સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે.
ચીને કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની કરી માંગ
abpasmita.in
Updated at:
15 Aug 2019 08:21 PM (IST)
ચીનના સાથી પાકિસ્તાને આ મામલામાં ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો. જોકે, બેઠકને લઇને કોઇ સમય નક્કી કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -