નવી દિલ્હીઃ બુધવારે ખાનગી ઇન્ટેલિજન્સ ફર્મ રેકોર્ડેડ ફ્યુચરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના મહિનાઓમાં સાયબર જાસૂસી અભિયાનના ભાગરૂપે ચીની હેકર્સે લદ્દાખ નજીક ભારતમાં પાવર સેક્ટરને નિશાન બનાવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, ચીની હેકર્સે લદ્દાખ નજીક ઉત્તર ભારતમાં સાત લોડ ડિસ્પેચ સેન્ટર્સને નિશાન બનાવ્યા હતા. જે લદ્દાખમાં ભારત-ચીન સરહદ નજીકના વિસ્તારોમાં ગ્રીડ અને પાવર સપ્લાયને નિયંત્રિત કરે છે. વધુમાં તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે હેકર્સ દ્વારા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યની પ્રવૃત્તિ માટે પૂર્વ સ્થિતિ વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સે માહિતી મેળવવા માટે ભારતીય રાષ્ટ્રીય ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપનીની પેટાકંપની સાથે ચેડા કર્યા હતા. હેકિંગ માટે હેકિંગ ગ્રુપે શેડોપેડ નામના સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો, જે અગાઉ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે જોડાયેલું હતું.
રેકોર્ડેડ ફ્યુચરના સિનિયર મેનેજર જોનાથન કોન્દ્રાએ કહ્યું હતું કે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને કેમેરાનો ઉપયોગ કરીને ઘૂસણખોરી એકદમ સામાન્ય છે. આ ઉપકરણનો ઉપયોગ તાઇવાન અને દક્ષિણ કોરિયામાં ઘૂસણખોરી માટે પણ કરવામાં આવ્યો છે.
Surat : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો
સુરતઃ ગટરમાં 2 લોકોના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના પાવડર મેળવવાની લાલચમાં 2 યુવાનો મોતને ભેટ્યા છે. બંને લોકોને કોઇપણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતાર્યા ન હતા. બન્ને યુવાનો સ્વયંભૂ ગટરમાં માટી કાઢવા બહાર નીકળ્યા હતા. માટીમાંથી સોનાનો પાવડર શોધી આ બંને યુવકો કમાણી કરે છે. બંને યુવકોની ઓળખ નહીં.
અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. એ સોનાનો પાવડર મેળવવા બંને યુવાનો ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા હતા.
New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે
Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?
આ વર્ષે આટલા ટકા સુધીનો થશે પગાર વધારો, આ ક્ષેત્રોમાં વધુ નોકરી ને ઉંચો પગાર મળવાની વધુ સંભાવનાઃ રિપોર્ટ
કોરોનાના નવા વેરિયન્ટ XEએ વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોધાઇ ચૂક્યા 600 કેસ, જાણો એક્સ્પર્ટે કેટલો ગણાવ્યો ખતરનાક