ચાઇનીઝ એપ્સ: ગત વર્ષ 2020માં ભારતમાં અનેક ચીની એપ્સ બંધ કરી દેવાઇ હતી. તેમાંથી ટીકટોક એક પોપ્યુલર એપ છે. જો કે બેન બાદ કર્યાં બાદ ટીકટોકની વાપસી અંગે અટકળો સેવાઇ રહી હતી. જો કે હાલ આવેલી એક નવી રિપોર્ટ આ અટકળથી વિપરિત સંકેત આપ્યાં છે.
રિપોર્ટ મુજબ ભારતમાં TikTok, WeChat, UC Browser સહિત 59 ચાઇનીઝ એપ્સને હંમેશા માટે બંધ કરી દેવાઇ છે. જો કે આ એપ્સની વાપસીની આશા હવે ન કરવા બરાબર છે.
સરકારે આ એપ્સ પર ગત વર્ષે ટેમ્પરરી બૈન લગાવ્યો હતો. ત્યારબાદ આ એપ્સ પાસેથી યુઝર ડેટા ક્લેકશન માટે જવાબ માંગવામાં આવ્યો હતો.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ એપ્સના જવાબથી નાખુશ મિનિસ્ટ્રી ઓફ ઇલકટ્રીનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (meity) આ એપ્સ પર હંમેશા માટે બૈન લગાવી દેવાયો છે.
અત્યાર સુધીમાં ભારતમાં 200થી વધુ એપ્સ પર બેન લગાવી દેવાયો છે. જેમાં પોપ્યુલર ગેઇમ પબ્જી પણ સામેલ છે. બૈન બાદ પબ્જી મોબાઇલ ભારતમાં વાપસીની કોશિશ કરી રહ્યું છે. નવેમ્બરમાં કંપની ભારત
માટે પબ્જી મોબાઇલ ઇન્ડિયા લોન્ચ કરવાની માંગણી કરી હતી. પરંતુ RTIમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, સરકારે તેને પણ રિલોન્ચ માટે હજુ પરમિશન નથી આપી. પબ્જીની હાલ વાપસી શક્ય નથી પરંતુ કાયમી બૈન મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી થઇ.
ટીકટોકના કર્મચારી પરેશાન
ભારતમાં ટીકટોકની કંપની byte danceમાં કામ કરી રહેલા સેંકડો કર્મચારીના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે. કંપનીએ ટિકટોકના ટેમ્પરરી બૈન બાદ કર્મચારીઓને રિટેન કરી લીધી હતા. આ બધી જ કંપનીના ગ્લોબલ ઓપરેશન્સ પર કામ કરતી હતી.હવે કાયમી પ્રતિબંધ બાદ કંપની શું કરશે. તે જોવું રહ્યું.
TIKtokની ભારતમાં વાપસી મુશ્કેલ, 59 એપ્સ પર હંમેશા માટે પ્રતિબંધ, કંપનીના કર્મચારીનું ભાવિ અદ્ધરતાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2021 04:44 PM (IST)
TIKtok ભલે ભારતની વાપસીની પૂરજોશ કોશિશ કરી રહ્યું હોય પરંતુ રિપોર્ટ મુજબ એ એપ્સને હંમેશા માટે બંધ કરી દેવાઇ છે. આ સાથે અન્ય કેટલીક એપ્સને કાયમ માટે બંધ કરી દેવાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -