નવી દિલ્હીઃ ચીનની એક બીજી દગાબાજી સામે આવી છે. સુત્રો અનુસાર ગલવાન ઘાટીમાં હિંસા વાળી જગ્યાએ ચીને ફરીથી ટેન્ટ લગાવી દીધા છે. જ્યાં હિંસક અથડામણ થઇ હતી ચીને ત્યાં જ ફરીથી પોતાના ટેન્ટ ઉભા કરી દીધા છે.
ગલવાન ઘાટીના પેટ્રૉલિંગ પૉઇન્ટ 14 પર આ ટેન્ટ લગાવ્યા છે. આ તે જ જગ્યા છે જયાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીની ઘટના ઘટી હતી. બાદમાં બન્ને દેશો તરફથી ત્યાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે, ચીન ફરીથી પોતાના વાયદાથી પલટાઇ ગયુ છે. ચીનની આ ચાલ ફરીથી તણાવ વધારી શકે છે.
બુધવારે બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે લગભગ બેઠક થઇ હતી, આ બેઠકાં ચીને કહ્યું કે તે ડિસએન્ગેજમેન્ટના પ્લાન પર કામ કરવા માટે સહમત છે. તેને તણાવ ઓછો કરવાના પગલા ભરવા પર સહમતી દર્શાવી હતી.
આ પહેલા બન્ને દેશો વચ્ચે 5 જૂને પણ સંયુક્ત સચિવ સ્તરનો સંવાદ થયો હતો. આ બાદ 6 જૂને બન્ને દેશોની વચ્ચે ચુશૂલમાં સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઇ હતી. વળી સોમવારે બન્ને દેશોના કૉર કમાન્ડર્સની મેરાથૉન બેઠક બાદ ડિસએન્ગેજમેન્ટનો નિર્ણય લેવામાં આવ્ય હતો, પણ આવી જગ્યા પર ફરીથી ટેન્ટ ઉભા કરવા ચીનના કાવતરાને બતાવે છે.
ચીને કરી ફરી નાલાયકી, ભારતીય સૌનિકોની હત્યા કરી હતી એ જ સ્થળે ફરી બંકર-તંબૂ બાંધ્યા, 48 કલાકમાં જ સમજૂતીનો ભંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2020 09:57 AM (IST)
ગલવાન ઘાટીના પેટ્રૉલિંગ પૉઇન્ટ 14 પર આ ટેન્ટ લગાવ્યા છે. આ તે જ જગ્યા છે જયાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીની ઘટના ઘટી હતી. બાદમાં બન્ને દેશો તરફથી ત્યાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -