કોલકાતા: કોરોના સંક્રમણને રોકવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવેલુ લોકડાઉન 30 જૂનના રોજ સમાપ્ત થવાનું હતું.

રાજ્ય સચિવાલ સામે સ્થિત સભાગારમાં સર્વદળીય બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, નેાઓ વચ્ચે વિચારોની ભિન્નતા હતી, પરંતું છેવટે એ નિર્ણય લેવામાં આવ્યો કે, લોકડાઉનમાં કેટલીક છૂટછાટ સાથે જુલાઈના અંત સુધી લંબાવી દેવામાં આવે.

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 15173 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 9702 દર્દીઓ સારવાર બાદ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક 591 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ 63.94 ટકા છે.