નવી દિલ્લી: ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શનિવારે દિલ્લીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમને પોતાની સમક્ષ સુષમા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને નેતાઓની વચ્ચે બન્ને દેશોના મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ હતી. એના પહેલા એટલે કે શુક્રવારે ભારત પહોંચીને દક્ષિણ ચીન સાગર મુદ્દા પર કુટનીતિક પ્રયાસ તેજ કર્યા હતા. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન ગોવા પહોંચ્યા પછી વાંગે દક્ષિણ ચીન સાગરના મુદ્દા પર મીડિયાને જણાવ્યું હતું કે, આ મુદ્દો ભારત ઉપર નિર્ભર છે અને આ મામલે તેનો શું વલણ છે. ચીનની સરકારી મીડિયાએ કહ્યું હતું કે, પરમાણું આપૂર્તિકર્તા સમૂહ (એનએસજી)માં ભારતના પ્રવેશ માટે દરવાજા બંધ નથી. પરંતુ દક્ષિણ ચીન સાગર પર ચીનની મુશ્કેલીઓને પુરી રીતે સમજવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિદેશ મંત્રીની ભારત પ્રવાસનો એક હેતુ એ પણ છે કે ભારત દક્ષિણ ચીન સાગરના મુદ્દા પર બીજા દેશોનો સાથે ન આપે.. ચીનને ડર છે કે સપ્ટેબરમાં થનાર જી-20 સમિટ દરમિયાન ઘણાં દેશો આ મુદ્દાને ઉઠાવી શકે છે અને ચીન ઈચ્છે છે કે ભારત આ મામલે દૂર રહે..