CDS Bipin Rawat Chopper Crash: હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન, એરફોર્સે કરી પુષ્ટી

તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

gujarati.abplive.com Last Updated: 08 Dec 2021 06:07 PM
જનરલ બિપિન રાવતના નિધન પર યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તર  પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જનરલ બિપિન રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. 











સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનથી એરફોર્સે કરી પુષ્ટી

ઇન્ડિયન એરફોર્સે હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના નિધનની પુષ્ટી કરી હતી. એરફોર્સે લખ્યું કે હેલિકોપ્ટર પર સવાર સીડીએસ બિપિન રાવત, મધુલિકા રાવત અને 11 અન્ય જણાનું દુર્ઘટનામાં નિધન થયું છે.






હેલિકોપ્ટર ક્રેશમાં 13ના નિધનથી એરફોર્સે કરી પુષ્ટી

ભારતીય એરફોર્સના સતાવાર ટ્વિટર પર સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા પત્ની અને 11 અન્યના નિધન થયાની પુષ્ટી કરવામાં આવી હતી.





હેલિકોપ્ટરમાં સવાર 14માં 13ના મોતઃ ANI

ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકોર્ટર દુર્ઘટનામાં 14માંથી 13 લોકોના મોત થયા છે. ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહોની ઓળખ કરાશે.





અનુરાગ ઠાકુરે આપ્યું નિવેદન

કેન્દ્રિય  સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે હેલિકોપ્ટર ક્રેશને લઇને સંબંધિત મંત્રાલય તરફથી તમામ  જાણકારી આપવામાં આવશે.

કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ સંસદ પહોંચ્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ સંસદ પહોંચી ચૂક્યા છે. તેઓ હેલિકોપ્ટર દુર્ઘટનાને લઇને નિવેદન આપશે. તે  સિવાય એરફોર્સના  વડા કુન્નૂર માટે  રવાના થયા છે.

સીડીએસ બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારાઇ

તમિલનાડુના વનમંત્રી રામચંદ્ર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રીના આદેશ પર ઘટનાસ્થળ પર પહોંચ્યો છું. વિમાનમાં સવાર 14 લોકોમાંથી પાંચ લોકોના મોત થયા છે અને બે અન્યની સ્થિતિ ગંભીર છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સીડીએસ બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બ્રેકગ્રાઉન્ડ

Army Chopper Crash: તમિલનાડુના કુનુર આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળે જલ્દી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.