CISF Detected Foreign Currency: મંગળવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પર CISFના જવાનોને મોટી સફળતા મળી હતી. સીઆઈએસએફના જવાનોએ લહેંગાના બટનમાં છુપાવીને લાવવામાં આવતા વિદેશી ચલણની નોટોને પકડી પાડી હતી. આ વિદેશી ચલણી નોટોની ભારતીય ચલણ અનુસાર લગભગ 41 લાખ રૂપિયા થાય છે.


આ બાબતે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3 પર સવારે 4 વાગ્યે સુરક્ષાકર્મીઓ દ્વારા સુરક્ષા તપાસ દરમિયાન એક વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. ફરજ પરના કર્મચારીઓએ એક્સ-રે સ્કેનર મોનિટર પર મુસાફરની બેગમાં મૂકેલા બટનોની શંકાસ્પદ તસવીરો જોઈ અને તપાસ કરવાનું નક્કી કર્યું હતું.


સાઉદી રિયાલ લઈ જતો હતો પેસેન્જરઃ


એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દુબઈ જવાનો હતો. આ પેસેન્જરે પોતાના લગેજમાં 41 લાખ રૂપિયાની કિંમતના 1,85,500 સાઉદી રિયાલ ખૂબ જ ચતુરાઈથી લહેંગાના બટનની અંદર છુપાવવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પેસેન્જરને ડી-બોર્ડ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે કસ્ટમ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.






CISFના જવાનો પામટૉપથી સજ્જ હશેઃ


ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં જ દિલ્હીના IGI એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે તમારે એરપોર્ટ પર ચેકિંગમાં વધારે સમય નહીં આપવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ત્રણેય ટર્મિનલ પર મુસાફરોની તપાસમાં લાગતો સમય હજુ ઓછો થવાની આશા છે. કારણ કે હવે સીઆઈએસએફના જવાનો મુસાફરોની વિગતો રજીસ્ટરને બદલે પામટૉપમાં (Palmtop) સેવ કરશે.


આ પણ વાંચો.....


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ