નવી દિલ્હીઃ રાજ્યસભામાં હાલ ધમાસાન ચાલી રહ્યુ છે, એનડીએ સરકાર હાલ નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા કરાવી રહી છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભના ચાર સાંસદોએ સ્વેચ્છાએ ગૃહમાંથી રજા માંગી લીધી છે, જેને મંજૂર પણ કરી દેવામાં આવી છે, જેના કારણે રાજ્યસભમાં બહુમતીનો નીચે આવી ગયો છે.


રાજ્યસભાના ચાર સાંસદોએ ખરાબ હેલ્થના કારણે રજાઓ માંગી તેને મંજૂર કરી દેવાઇ છે. આ સાંસદોમાં બીજેપીના અનિલ બલૂની, એનસીપીના માઝીદ ખાન, અમર સિંહ અને અપક્ષ સામેલ છે. આ બાદ હવે રાજ્યસભમાં બહુમતીની સંખ્યા ઘટીને 119 થઇ ગઇ છે. બીજેપી અને તેના સહયોગી દળો પાસે હાલ 125 સાંસદો છે.

વળી, વિપક્ષ પાસે રાજ્યસભામાં 113 સાંસદોનું સમર્થન છે, શિવસેના હજુ સુધી પોતાના પત્તા નથી ખોલ્યા. સરકાર અને વિપક્ષ નાગરિકતા સંશોધન બિલને લઇને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. 6 કલાક ચર્ચા બાદ બિલ પર વૉટિંગ કરાવાશે.


નાગરિકતા સંશોધન બિલનું રાજ્યસભામાં ગણિત....
સમર્થન કરતા પક્ષો
બીજેપી -83 (અનિલ બલૂની ગૃહમાં નથી)
જેડીયુ - 6
અકાલી દળ - 3
વાઇએસઆર કોંગ્રેસ - 2
એલજેપી - 1
આરટીઆઇ - 1
બીજેડી - 7
નિર્દલીય - 3
નૉમિનેટેડ - 3
એઆઇએડીએમકે - 11
આસામ ગણ પરિષદ -1
પીએમકે - 1
એનપીએફ - 1
કુલ -123

વિરોધ કરતાં પક્ષો
કોંગ્રેસ - 46
ટીએમસી - 13
સમાજવાદી પાર્ટી - 9
બીએસપી - 4
એનસીપી - 4
આરજેડી - 4
સીપીએમ - 4
સીબીઆઇ - 1
આમ આદમી પાર્ટી - 3
પીડીપી - 2
કેરાલા કોંગ્રેસ - 1
મુસ્લિમ લીગ -1
ડીએમકે - 5
અપક્ષ - 1
નૉમિનેટેડ - 1
ટીઆરએસ - 6