ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે પોતાની અરજીમાં કહ્યું, ‘નાગરિકતા સંશોધન બિલ બંધારણના આર્ટિકલ 14 અંતર્ત ટ્વીન ટેસ્ટ પર ખરું નથી ઉતરતું. ધર્મના આધારે વર્ગીકરણ એ બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ છે. આ બિલ બંધારણણાં વર્ણિત સેક્યુલારિઝમના મૂળ સિદ્ધાંતનું હનન કરે છે.’ મુસ્લિમ લીગના 4 સાંસદો તરફથી આ અરજી દાખલ થઈ છે.
ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું કે, તે ધર્મના આધારે વર્ગીકરણની બંધારણ મંજૂરી નથી આપતું. આ બિલ બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન છે.
મુસ્લિમ લીગના સાંસદ પીકે કુનહાલકુટ્ટીએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે, અમે ગઈકાલે બુધવારે સંસદમાં પાસ થયેલ નાગલિક સંશોધન બિલની વિરૂદ્ધ અરજી કરી છે. આ આપણા બંધારણના મૂળ સિદ્ધાંતો વિરૂદ્ધ છે. આ બંધારણની મૂળ ભાવનાની બિલકુલ વિરૂદ્ધ છે અને કોઈને પણ ધર્મના આધારે તેને નષ્ટ કરવામાં દેવામાં નહીં આવે.
તેમણે આગળ કહ્યું કે, કોઈ ગેરકાયદેસર ઘુસણખોરને માન્ય આપતા નાગરિકતા આપી શકાય છે. અમે અમારા વકીલ તરીકે કપિલ સિબ્બલને નિમણૂક કરીએ છીએ. મુસ્લિમ લીગના સાંસદે નાગરિકતા સંશોધન બિલ પાસ થવાને કાળો દિવસ ગણાવ્યો.