ચીફ જસ્ટિસ ગોગોએ જજોની સંખ્યા વધારવા સાથે રિટાયરમેન્ટની વયવર્યાદા વધારવાની સલાહ આપી છે. હાલમાં હાઈકોર્ટમાં જજોની સેવાનિવૃતિની ઉંમર 62 વર્ષ છે. મુખ્ય ન્યાયાધીશે તેને 65 વર્ષ કરવા કહ્યું છે. સરકારી આંકડા અનુસાર હાલમાં અદાલતોમાં લગભગ 44 લાખ અને સુપ્રીમ કોર્ટમાં 58700 કેસો પડતર છે. જેના નિકાલ લાવવા માટે સીજેઆઈ રંજન ગોગોઈએ સરકારને બંધારણમાં સુધારો કરવાનો આગ્રહ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના રેકોર્ડનો હવાલો આપતા સીજેઆઈ ગોગોઈએ પત્રમાં લખ્યું છે કે પડતર કેસોની સ્થિતિ એવી છે કે અહીં 26 કેસો 25 વર્ષ, 100 થી વધુ કેસો 20 વર્ષ, લગભગ 600 કેસો 15 વર્ષ અને 4980 કેસો છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યાં છે.
ગુજરાતમાં વધુ એક મગફળી કૌભાંડ, ગુણીમાં દેખાયા કાંકરા અને માટીના ઢેફા
દારૂબંધીને કારણે આવકમાં થઈ રહેલા ઘટાડા મુદ્દે નીતિન પટેલે કેન્દ્ર સરકારને શું કરી રજૂઆત? જુઓ વીડિયો