શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલાના બોનિયારમાં શનિવારે ફરી સુરક્ષા દળો અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે બોનિયારના જંગલ વિસ્તારમાં અથડામણ થઈ હતી.  જેમાં સેના અને આતંકીઓ વચ્ચે  ફાયરિંગ  થયું હતું.. પાંચ દિવસ પહેલા અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આતંકી માર્યા ગયા હતા અને એક જવાન શહીદ થઈ ગયો હતો.


ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2019માં અત્યાર સુધી 110 જેટલા આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા છે. જ્યારે સેનાના 65 જવાનો શહીદ થઈ ગયા છે. વર્ષ 2018માં ઘાટીમાં 257 આતંકી માર્યા ગયા હતા. 2018માં 91 જવાન શહીદ થયા હતા.

‘ઓપરેશન બંદર’નામથી બાલાકોટ પર થઇ હતી એર સ્ટ્રાઇક, નૌસેનાએ પણ કરી હતી તૈયારીઃ સૂત્ર

બિહારમાં ચમકી તાવનો તાંડવઃ 158ના મોત, વિધાનસભામાં ઉઠ્યો મુદ્દે, જુઓ વીડિયો