Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડના ચુશોટી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના વિરોધ પક્ષના નેતા અને સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા તરફથી તાત્કાલિક સંદેશ મળ્યા બાદ, મેં કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી છે.

 

તેમણે કહ્યું કે ચુશોટી વિસ્તારમાં થયેલા મોટા વાદળ ફાટવાથી ભારે જાનહાનિ થઈ શકે છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જીતેન્દ્ર સિંહે કહ્યું કે મારી ઓફિસ નિયમિતપણે અપડેટ્સ મેળવી રહી છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

 

આ અંગે વિગતે વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પદ્દરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાની ઘટના બાદ વિસ્તારમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કાશ્મીરના રાજૌરી અને મેંઢરથી પણ વાદળ ફાટવાની માહિતી મળી રહી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ, મોદી સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહે સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની માહિતી મેળવી. તેમણે કહ્યું કે વહીવટીતંત્રે સ્થળ પર રાહત કાર્ય માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરના વિપક્ષ અને સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા પાસેથી માહિતી મળ્યા પછી, મેં કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી. ચોસીટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે જાનહાનિ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે."