કેપ્ટન અમરિંદર સિંહને જ્યારે પુછવામાં આવ્યું તે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોગ્ય ઉમેદવાર હશે ? તેમણે કહ્યું, કૉંગ્રેસ અધ્યક્ષ તેના પર નિર્ણય લેશે. મને આશા છે કે જ્યાં સુધી પ્રિયંકા ગાંધીની વાત છે, તેમને પાર્ટીનું સંપૂર્ણ સમર્થન કરશે.
અમરિંદર સિંહનું કહેવું છે કે કૉંગ્રેસની કમાન કોઈ યુવા નેતા સંભાળે. આ પહેલા કૉંગ્રેસ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું કે તેમને આશા છે કે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી થવા પર મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમા પોતાની કિસ્મત અજમાવવાને લઈને નિર્ણય કરશે. પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ ગાંધી પરિવારનો નિર્ણય હશે કે પ્રિયંકા આ પદ માટે ચૂંટણી લડશે કે નહી.
લોકસભા ચૂંટણીમા પાર્ટીની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટી નવા અધ્યક્ષની શોધ કરે, જે ગાંધી પરિવારની બહારનો હોય.