અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં હવે ત્રણ રાજધાનીઓ હશે, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ મંગળવારે આને લઇને ઇશારો કરી દીધો છે. હાલ તેલંગાણા અને આંધ્રપ્રદેશ બન્નેની જૉઇન્ટ રાજધાની હૈદરાબાદમાં છે.

એટલે કે હવે આંધ્રપ્રદેશમાં કરનૂલ, વિશાખાપટ્ટનમ અને અમરાવતી આ ત્રણેય શહેરોમાં રાજ્યની એક એક રાજધાની સ્થપાશે. રાજ્યની આ ત્રણેય અલગ અલગ રાજધાનીઓમાં સરકાર, વિધાનસભા અને ન્યાય પ્રક્રિયાનુ કામ ચાલશે.

રિપોર્ટ પ્રમાણે, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની એક્ઝિક્યૂટિવ કેપિટલ હશે, વળી, કરનૂલને જ્યૂડિશિયલ કેપિટલ અને અમરાવતી લેજીસ્લેસ્ટિવ કેપિટલ બનાવાશે.