Corona Virus:દેશમાં કોરોનાની રફતાર થંભવાનું નામ નથી લેતી આ સ્થિતિમાં દિલ્લીમાં લોકડાઉન વધારી દીધું છે. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલે 17 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. શું રહેશે પ્રતિબંધ જાણીએ....કોરોનાની ચેઇન તોડવા માટેદિલ્લીમાં લોકડાઉન વધાર્યું છે. દિલ્લીમાં 10 મેએ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. જે વધારીને હવે 17 મે સુધી કરી દીધું છે.અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ દ્રારા આ જાહેરાત કરી.
દિલ્લીમાં એક સપ્તાહ વધાર્યું લોકડાઉન
દિલ્લીમાં કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે અરવિંદ કેજરીવાલે એક સપ્તાહનું લોકડાઉન વધારી દીધું છે. 17 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. દિલ્લીમાં સોમવારથી મેટ્રો સેવા પણ બંધ થઇ જશે. કેજરીવાલે જણાવ્યું કે. લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકા પર પહોંચ્યો છે.
17 મે સુધી શું રહેશે બંધ જાણો
સોમવારથી મેટ્રો રહેશે બંધ ઉપરાંત મેરિજ હોલ, બૈંક્વેટ હોલ અને હોટેલમાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંઘ, લગ્ન પર પાબંધી નથી મૂકાઇ. જો કે લગ્ન ઘરે અથવા કોર્ટમાં કરી શકાશે. લગ્નમાં પહેલા 50 લોકોને સામેલ થવાની છૂટ હતી તે ઘટાડીને હવે 20 લોકોની કરી દેવાઇ છે. લગ્નમાં માત્ર હવે 20 લોકો જ એકઠા થઇ શકશે. લગ્નમાં ડીજે, કેટરિંગની પણ પરવાનગી નહી. ઉલ્લેખનિય છે કે રાજધાની દિલ્લીમાં કોરોનાના 17 હજારથી વધુ નવા કેસ નોંધાય.
દેશમાં શુંછે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.