નવી દિલ્લી: ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ કોરોનાની સ્થિત સામે કેન્દ્રની તૈયારીને લઇને સરકાર પર નિશાન સાધ્યું હતું. એક પત્ર જાહેર કરીને IMAએ દેશભરમાં સંપૂર્ણ લોકડાઉનની વકાલત કરી છે. તેમના લેટરમાં IMAએ જણાવ્યું કે, કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે અલગ- અલગ રાજ્યોના લોકડાઉન પૂર્ણ નથી. સરકારે એક સાથે દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવી જોઇએ.

Continues below advertisement

IMAએ કહ્યું કે, ‘કોરોનાની બીજી લહેરમાં સરકારનું વલણ ઉદાસીન જોવા મળી રહ્યું છે. દેશમાં 4 લાખથી વધુ કેસ રોજ નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારનું આવું ઉદાસીન વલણ ખરેખર આશ્ચર્યજનક છે’

IMAએ કહ્યું કે, ‘સરકારે કોરોના સામે લડવા માટે આઇએમઇની તરફથી આપેલા દરેક સૂચનની અવગણના કરી છે. કેન્દ્ર સરકારે દેશની હકિકતને જાણ્યા સમજ્યા વિના જ  લોકડાઉન ન કરવાનો નિર્ણય લીધો છે. દેશની આવી ભયંકર સ્થિતિ બાદ પણ સરકારીની  અનિર્ણાયક સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે‘

Continues below advertisement

દેશમાં લોકડાઉન જરૂરી: IMA

 IMAએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, અલગ અલગ રાજ્યોના 10 કે 15 દિવસના લોકડાઉન કરતા હાલ કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે દેશભરમાં 15 દિવસના લોકડાઉનની જરૂર છે.

ઓક્સિજનને લઇને કેન્દ્ર પર સાધ્યું નિશાન

ઓક્સિજનની કમીને લઇને પણ  IMAએ દેશ પર નિશાન સાધ્યું છે. IMAએ કહ્યું કે, ઓક્સિજનની કમીની સમસ્યા દરરોજ સામે આવી રહી છે અને લોકોની જીવ ઓક્સિજનના અભાવે જઇ રહ્યાં છે. આ સ્થિતિના કારણે દેશના સ્વાસ્થ્ય કર્મી પણ હેરાન પરેશાન છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.    

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.