નવી દિલ્હી: હોસ્પિટલમાં દિલ્હીવાસીઓની જ સારવારને લઈને દિલ્હી સરકારના નિર્ણયને ઉપરાજ્યપાલે બદલી દિધો છે. આ નિર્ણય પર આપત્તિ દર્શાવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉપરાજ્યપાલના આદેશથી દિલ્હીના લોકો માટે મોટી સમસ્યા અને પડકાર ઉભો થયો છે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી રહ્યું, 'LG સાહેબના આદેશે દિલ્હીના લોકો માટે એક મોટી સમસ્યા અને પડકાર ઉભો કરી દિધો છે. દેશભરમાંથી આવતા લોકો માટે કોરોના મહામારી દરમિયાન સારવારની વ્યવસ્થા કરવી મોટો પડકાર છે. કચાદ ભગવાનની મરજી છે કે અમે પૂરા દેશના લોકોની સેવા કરીએ. અમે બધાની સારવારની વ્યવસ્થા કરવાની કોશિશ કરશું.'



મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરના વાયરસ સંકટ દરમિયાન માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર થશે. આજે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે સરકારના આ નિર્ણયને બદલી દિધો છે.