દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે કોરોના સંક્રમણ મહામારી દરમિયાન દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલ માત્ર દિલ્હીના લોકોની સારવાર કરશે.
કેજરીવાલે ઓનલાઈન સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું હતું કે દિલ્હીમાં કેંદ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં આ પ્રકારનો કોઈ પ્રતિબંધ નહી હોય અને જો અન્ય રાજ્યના લોકો કોઈ ખાસ ઓપરેશન માટે દિલ્હી આવે છે તો તેમણે ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી પડશે.
મુખ્યમંત્રીની આ જાહેરાતના એક દિવસ પહેલા આપ સરકાર દ્વારા ગઠિત પાંચ સભ્યોની સમિતિએ ભલામણ કરી હતી કે કોવિડ-19ના સંકટને ધ્યાનમાં રાખી શહેરના સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ માત્ર દિલ્હીવાળાની સારવાર માટે થવો જોઈએ.
કેજરીવાલે કહ્યું હતું કે 90 ટકાથી વધુ લોકો ઈચ્છે છે કે કોરોના વાયરસ મહામારી દરમિયાન દિલ્હીની હોસ્પિટલ માત્ર રાષ્ટ્રીય રાજધાનીમાંથી આવતા લોકોની સારવાર કરે. એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે દિલ્હી સ્થિત સરકારી અને ખાનગી હોસ્પિટલ માત્ર રાષ્ટ્રીય રાજધાનીમાંથી આવતા લોકોની જ સારવાર કરશે.